Wednesday, October 1, 2014

hemal shah Vastushashtra

આ વસ્તુઓ ઘરમાં રાખવાથી 'ધન' સંબંધી તકલીફોથી મળશે તુરંત છૂટકારો

- ધન-સુખ માટે વાસ્તુમાં 5 વસ્તુ કે જે બાધક તત્વોને દૂર કરી વરસાવે લક્ષ્મી કૃપા

- વાસ્તુદોષની મુક્તિ માટે આ પાંચ વસ્તુઓ ક્યાં કેવી રીતે મુકશો? જાણો...




અમદાવાદ તા. 01 ઓક્ટોબર, 2014

જો તમે ધન સંબંધી તકલીફોને લઇ સતત ચિંતામાં રહો છો તો એના કારણ તમારા ઘરમાં રહેલું વાસ્તુદોષ છે. આ દોષથી મુક્તિ અને ધન તથા સુખ માટે વાસ્તુશાસ્ત્રમાં પાંચ એવી વસ્તુ છે, જેનાથી ધન અને સુખમાં બાધારૂપ તત્વોનો પ્રભાવ દૂર થઈ, દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે.

વાંસળી-
વાંસળીને વાસ્તુદોષ દૂર કરવામાં ખૂબ જ યોગ્ય ગણવામાં આવે છે. આર્થિક મુશ્કેલીથી મુક્તિ માટે ચાંદીની વાંસળી ઘરમાં મુકવી જોઇએ, તમે ઇચ્છો તો સોનાની વાંસળી પણ મુકી શકાય. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે, સોનાની વાંસળી ઘરમાં રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. જો સોના કે ચાંદીની વાંસળી રાખવી શક્ય ના હોય તો વાંસથી બનેલી વાંસળી પણ રાખી શકાય. આનાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ધન આગમનના સ્રોત બને છે. શિક્ષા, વ્યવસાય અને નોકરીમાં મુશ્કેલી આવતા બેડરૂમના બારણાં પર બે વાંસળીને લગાવવી શુભ હોય છે.

ગણેશજીની પ્રતિમા-
ગણેશજી એમ તો દરેક રૂપમાં મંગળકારી છે, પણ ધન અને સુખની મુશ્કેલી દૂર કરવા નૃત્ય કરતી ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ ગણાય છે. ગણેશજીની આ પ્રતિમાને એ રીતે રાખવી જોઈએ કે ઘરના મુખ્યદ્વાર પર ગણેશજીની નજર રહે. પ્રતિમા ન હોય તો તસ્વીર પણ લગાવી શકાય.

પૂજા ઘર-
દેવી લક્ષ્મીની તસ્વીર કે મૂર્તિ તમારા ઘરમાં જરૂર હશે પણ ધન વધાવવા માટે લક્ષ્મીની સાથે ઘરમાં કુબેરની મૂર્તિ કે ફોટા જરૂર હોવા જોઇએ. કારણકે લક્ષ્મી ધનનું સુખ આપે છે પણ આવક વગર ધનનું સુખ સંભવ નથી. આવક કુબેર મહારાજ આપે છે. આથી બન્ને એકબીજાના પૂરક ગણાય છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે આથી તેમને સદા ઉત્તર દિશામાં જ રાખીએ.

શંખ-
વાસ્તુ અનુસાર શંખમાં વાસ્તુ દોષ દૂર કરવાની અદ્દભુત શક્તિ હોય છે. જ્યાં નિયમિત શંખનો નાદ થાય છે ત્યાં ચારે બાજુનો પવન પણ સકારાત્મક થઇ જાય. શાસ્ત્રોમાં કહ્યુ છે કે, જેમનાં ઘરમાં દેવી લક્ષ્મીના હાથે શોભિત દક્ષિણવર્તી શંખ હોય છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે આવા ઘરમાં ધન સંબંધી મુશ્કેલી કયારેક આવતી નથી. આ શંખને લાલ કપડામાં લપેટી પૂજાના સ્થાને રાખી તેમની નિયમિત પૂજા કરવી જોઇએ.

શ્રીફળ-
નારિયેળને શ્રીફળ કહેવામાં આવે છે. શ્રી નો અર્થ થાય છે લક્ષ્મી. તેથી શ્રીફળને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમાં એકાક્ષી શ્રીફળ ખૂબજ શુભ હોય છે. જે ઘરમાં એની નિયમિત પૂજા થાય છે ત્યાં નકારાત્મક શક્તિ રહેતી નથી. ઘરમાં ઉન્નતિ થાય છે. લોકો ખુશ રહે છે.    
..........................................................................................................................................................................................